F.7. કર્નલ-સંબંધિત જાણકારી

Red Hat Enterprise Linux એ Linux કર્નલ સમય ઈન્ટ્રપ્ટ જે રીતે નિયંત્રિત કરે છે તેમાં સુધારો ઉમેરે છે. સામાન્ય રીતે, હાર્ડવેર ટાઈમર એ સામયિક ઈન્ટ્રપ્ટો બનાવવા માટે ચોક્કસ દરે સુયોજિત થયેલ છે (મોટા ભાગના આર્કીટેક્ચરો માટે ૧ સેકન્ડમાં ૧૦૦ વખત). આ સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો કર્નલ દ્વારા વિવિધ ઈન્ટ્રપ્ટ બાબતોનો ક્રમ નક્કી કરવા માટે વપરાય છે, જેમ કે પ્રક્રિયાનું સમયક્રમ, ખાતાકરણ, અને સિસ્ટમનો સમય જાળવવાનું.

જ્યારે ટાઈમર-આધારિત બાબતો સિસ્ટમ પર્યાવરણ માટે યોગ્ય રીતે કામ કરે કે જ્યાં કર્નલની માત્ર એક જ નકલ ચાલી રહી હોય, તો તે જ્યારે એક જ સિસ્ટમ પર કર્નલની એક કરતાં વધારે નકલો ચાલી રહી હોય તેના પર વધારાનો ભાર મૂકવાનું કારણ બને છે (ઉદાહરણ તરીકે, z/VM(R) મહેમાનો તરીકે). આ કિસ્સાઓમાં, સિસ્ટમ પાસે કર્નલની હજારો નકલો હોય છે જે દરેક સેકન્ડમાં કેટલીય વખત ઘણા ઈન્ટ્રપ્ટો બનાવતી હોય છે જે સિસ્ટમ પર વધુ પડતા ભારમાં પરિણમે છે.

તેથી, Red Hat Enterprise Linux હવે સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો બંધ કરવાની ક્ષમતા સમાવે છે. આ /proc/ ફાઈલ સિસ્ટમ મારફતે થાય છે. સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો નિષ્ક્રિય કરવા માટે, નીચેનો આદેશ ચલાવો:

echo "0" > /proc/sys/kernel/hz_timer

સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો સક્રિય કરવા માટે, નીચેનો આદેશ ચલાવો:

echo "1" > /proc/sys/kernel/hz_timer

મૂળભુત રીતે, સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો સક્રિય કરેલ છે.

સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો બુટ સમયે પણ સુયોજિત કરી શકાય છે; આમ કરવા માટે, નીચેની લીટી /etc/sysctl.conf માં ટાઈમર ઈન્ટ્રપ્ટોને નિષ્ક્રિય કરવા માટે ઉમેરો:

kernel.hz_timer = 0

નોંધનોંધ
 

સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો નિષ્ક્રિય કરવાનું આધારભૂત ધારણાઓને સિસ્ટમ ખાતા સાધનોમાં બગાડી શકે છે. જો તમે malfunction સંબંધિત સિસ્ટમ ખાતાકરણ સૂચિત કરો, તો ચકાસો કે malfunction અદ્રશ્ય છે જો સામયિક ટાઈમર ઈન્ટ્રપ્ટો સક્રિય હોય, પછી http://bugzilla.redhat.com/bugzilla/ ભૂલનો અહેવાલ કરો (malfunctioning માટેના સાધનો માટે), અથવા સાધન વિક્રેતાને જાણ કરો (malfunctioning ત્રીજી-વ્યક્તિ સાધનો માટે).