| Red Hat Enterprise Linux 4: IBM® S/390® IBM® eServer™ zSeries® આર્કીટેક્ચરો માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારે શરુ કરવા માટેના પગલાંઓ | આગળવધો |
એકવાર Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ શરુ થઈ જાય (જો LPAR ચિહ્નની પાછળનું લાલ ક્ષેત્ર અદ્રશ્ય થઈ જાય, તો સ્થાપન કાર્યક્રમ શરુ થઈ જાય), LPAR પસંદ કરો અને ઓપરેટિંગ સિસ્ટમ સંદેશાઓ પર બેવડું ક્લિક કરો.
પ્રારંભિક સ્થાપનની શરુઆતની સ્ક્રિપ્ટ તમને તમારા નેટવર્કીંગ વિશે અને DASD રુપરેખાંકનો વિશે પૂછે છે. Red Hat Enterprise Linux 4 એ પરિમાણ ફાઈલ વ્યાખ્યાઓની મર્યાદા બદલી નાંખી છે અને હવે બત્રીસ (૩૨) પરિમાણો સ્વીકારે છે. પરિમાણ ફાઈલમાં નહિં સ્પષ્ટ થયેલી કોઈપણ જાણકારી સ્થાપન કાર્યક્રમના પ્રશ્નોનો જવાબ આપીને સ્પષ્ટ કરેલી જ હોવી જોઈએ.
એકવાર બધા પ્રશ્નોનો જવાબ અપાઈ જાય, તમારે મૂળ સ્થાપન કાર્યક્રમ, loader નો પ્રારંભ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. સ્થાપન સાથે ચાલુ રાખવા માટે, વધુ સુચનો મેળવવા માટે પ્રકરણ 2 નો સંદર્ભ લો.
![]() | નોંધ |
|---|---|
જો તમે નેટવર્ક પર FTP અથવા HTTP સાથે સ્થાપન કરો તો તમારે લખાણ સ્થિતિ સ્થાપન કરવું જ જોઈએ. |