| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 1. તમારા શરુઆત કરવાનાં પગલાંઓ | આગળવધો |
દરેક આધુનિક દિવસની ઓપરેટિંગ સિસ્ટમ ડિસ્ક પાર્ટીશનો વાપરે છે, અને Red Hat Enterprise Linux એ કોઈ અપવાદ નથી. જ્યારે તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરો, તમારે ડિસ્ક પાર્ટીશનો સાથે કદાચ કામ કરવું પડે. જો તમે પહેલાં ડિસ્ક પાર્ટીશનો સાથે કામ કર્યું નહિં હોય (અથવા તમને મૂળભુત સમજ માટે ઝડપી રીવ્યુની જરુર હોય), તો પ્રક્રિયા કરવા પહેલાં પરિશિષ્ટ C નો સંદર્ભ લો.
Red Hat Enterprise Linux દ્વારા વાપરવામાં આવતી ડિસ્ક જગ્યા તમે તમારી સિસ્ટમ પર સ્થાપિત કરેલી બીજી OS દ્વારા વાપરવામાં આવતી ડિસ્ક જગ્યા કરતાં અલગ જ હોવી જોઈએ .
તમે સ્થાપન પ્રક્રિયા શરુ કરો તે પહેલાં, તમારી પાસે
Red Hat Enterprise Linux ના સ્થાપન માટે પાર્ટીશન નહિં કરાયેલ[1] ડિસ્ક જગ્યા હોવી જ જોઈએ, અથવા
એક અથવા વધુ પાર્ટીશનો કાઢી નંખાયેલા જ હોવા જોઈએ, ત્યાંથી Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવા માટે જરુરી ડિસ્ક જગ્યા ખાલી કરવા માટે.
કેટલી જગ્યા ખરેખર જરુરી છે તે સમજ યોગ્ય રીતે મેળવવા માટે, વિભાગ 2.14.4 માં ચર્ચા થયેલ પાર્ટીશનોના આગ્રહણીય માપ વિશે સંદર્ભ લો.
| [1] | પાર્ટીશન નહિં કરાયેલ ડિસ્ક જગ્યા એટલે જેમાં તમે સ્થાપન કરી રહ્યા છો તે હાર્ડ ડ્રાઈવ પરની ઉપ્લબ્ધ ડિસ્ક જગ્યા જે માહિતી માટે વિભાગોમાં વહેંચાયેલ હોતી નથી. જ્યારે તમે ડિસ્ક પર પાર્ટીશન કરો, દરેક પાર્ટીશન અલગ ડિસ્ક ડ્રાઈવ તરીકે વર્તે છે. |