1.8. હાર્ડ ડ્રાઈવ સ્થાપન માટે તૈયારી

નોંધનોંધ
 

હાર્ડ ડ્રાઈવ સ્થાપનો માત્ર ext2, ext3, અથવા FAT ફાઈલ સિસ્ટમોમાંથી કામ કરે છે. જો તમારી પાસે અંહિ યાદી કરાયેલ સિવાયની ફાઈલ સિસ્ટમો હોય જેમ કે reiserfs, તો તમે હાર્ડ ડ્રાઈવ સ્થાપન કરવા માટે સમર્થ હોય.

હાર્ડ ડ્રાઈવ સ્થાપનોને ISO (અથવા CD-ROM) ઈમેજો જરુરી છે. ISO ઈમેજ એ ફાઈલ છે કે જે CD-ROM ડિસ્ક ઈમેજના જેવી જ નકલ સમાવે છે. Red Hat Enterprise Linux પાસે આ વહેંચણી સાથે સંકળાયેલ ઘણા બધા પેકેજો સમાવિષ્ટ છે, તેના કારણે ત્યાં ઘણી બધી ISO ઈમેજો ઉપ્લબ્ધ છે. જરુરી ISO ઈમેજોને (બાઈનરી Red Hat Enterprise Linux CD-ROM) ડિરેક્ટરીમાં મૂક્યા પછી, હાર્ડ ડ્રાઈવમાંથી સ્થાપન કરવાનું પસંદ કરો. તમે પછી સ્થાપન કાર્યક્રમનો ડિરેક્ટરી આગળ નિર્દેશ કરી શકો છો કે જ્યાંથી તમે સ્થાપન કરવા માંગો છો.

તમે સ્થાપન કરવાનું ચાલુ કરો તે પહેલાં ISO ઈમેજો યોગ્ય છે કે નહિં તે ચકાસી રહ્યા છીએ જે તમને સમસ્યાઓ ટાળવા માટે મદદ કરશે કે જે હાર્ડ ડ્રાઈવના સ્થાપન દરમ્યાન ઉદ્દભવશે. ISO ઈમેજો યોગ્ય છે તે સ્થાપન પહેલાં ચકાસવા માટે, md5sum કાર્યક્રમ વાપરો (ઘણા md5sum કાર્યક્રમો ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપ્લબ્ધ છે). md5sum કાર્યક્રમ એ તે જ સર્વર પર ISO ઈમેજો તરીકે ઉપ્લબ્ધ હોવો જોઈએ.

તમારી સિસ્ટમને હાર્ડ ડ્રાઈવના સ્થાપન માટે તૈયાર કરવા માટે, તમારે સિસ્ટમને નીચેનામાંના એક માર્ગે સુયોજિત કરવી જોઈએ:

નોંધનોંધ
 

Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ પાસે સ્થાપન મીડિયાની ગુણવત્તા ચકાસવાની ક્ષમતા હોય છે. તે CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. Red Hat એવો આગ્રહ રાખે છે કે તમે બધા સ્થાપન મીડિયા સ્થાપન પ્રક્રિયા શરુ કરો, અને કોઈ પણ સ્થાપન આધારિત ભૂલોનો અહેવાલ આપો તે પહેલાં ચકાસો (મોટા ભાગની ભૂલો કે જેનો અહેવાલ નોંધાયેલ હોય તેઓ વાસ્તવમાં અયોગ્ય રીતે બનાવાયેલ CD ઓને લીધે હોય છે). આ ચકાસણી વાપરવા માટે, નીચેનો આદેશ boot: પ્રોમ્પ્ટ પર લખો :

linux mediacheck

iSeries સિસ્ટમ વપરાશકર્તાઓએ બુટ વિકલ્પો ઉમેરવાનું યાદ રાખવું જ જોઈએ, બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે જેમ માર્ગદર્શિકામાં યાદી થયેલ છે તેમ, OS/400 સિસ્ટમમાં iSeries વપરાશકર્તા તરીકે પ્રથમ પ્રવેશીને અને પછી કોઈપણ IPL પરિમાણોને તેમના પાર્ટીશનના NWSD માં સુયોજિત કરીને.

વધુમાં, જો RedHat/base/updates.img તરીકે ઓળખાતી ફાઈલ ડિરેક્ટરીમાં જ હોય કે જેમાંથી તમે સ્થાપન કરો, તો તે સ્થાપન કાર્યક્રમના સુધારાઓ માટે વપરાશે. Red Hat Enterprise Linux ને સ્થાપિત કરવાના વિવિધ માર્ગો માટે જાણકારી મેળવવા માટે, અને એ જ રીતે કેવી રીતે સ્થાપન કાર્યક્રમના સુધારાઓમાં કેવી રીતે અરજી કરવી તેના માટે પણ anaconda RPM પેકેજમાં install-methods.txt ફાઈલનો સંદર્ભ લો.