| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
જો તમારી સિસ્ટમ બુટ ના થાય તેવા કિસ્સાઓમાં, તમે rescue સ્થિતિમાં સ્થાપન ડિસ્ક વાપરી શકો છો. Rescue સ્થિતિ તમને તમારી સિસ્ટમ પરના ડિસ્ક પાર્ટીશનોને વાપરવા માટેની પરવાનગી આપે છે કે જેથી તમે તમારા સ્થાપનને rescue કરવા માટે કોઈપણ ફેરફારો કરી શકો.
rescue સ્થિતિમાં iSeries અથવા i5 પર power control NWSD સાથે બુટ કરવા માટે, સ્થાપન કાર્યક્રમને બુટ કરવા માટે સૂચનોને અનુસરો, આ ફેરફાર સાથે: NWSD માં, IPL પરિમાણ ક્ષેત્રને 'rescue' માં (અવતરણની સાથે), અથવા 'dd rescue' માં સુયોજિત કરો જો તમે SCSI ડ્રાઈવર લાવવા માંગો તો. બીજી સિસ્ટમો પર, rescue અથવા dd rescue (અવતરણ વિના) મૂળભુત કર્નલ નામ પછી YABOOT પ્રોમ્પ્ટ પર સ્પષ્ટ કરો.
ભાષા પસંદગી સ્ક્રીન પછી (વિભાગ 2.10), સ્થાપન કાર્યક્રમ તમારી સિસ્ટમ પર ડિસ્ક પાર્ટીશનો માઉન્ટ કરવાનું પસંદ કરે છે. પછી તે તમને શેલ પ્રોમ્પ્ટ સાથે રજૂ કરે છે કે જ્યાં તમે જરુરી હોય તેવા ફેરફારો કરી શકો છો. આ ફેરફારો કર્નલ અને આદેશ વાક્યને IPL સ્રોતમાં સંગ્રહ કરવાનો સમાવેશ કરે છે, સંપૂર્ણ સ્થાપન (વિભાગ 2.23) માં દર્શાવ્યા અનુસાર છે.
જ્યારે તમારા ફેરફારો પૂર્ણ થાય, પછી તમે શેલમાંથી exit 0 ની મદદથી બહાર નીકળી શકો છો. આ C ની દ્રષ્ટિએ રીબુટ થવાનું કારણ બને છે. A અથવા B ની બાજુથી અથવા *NWSSTG માંથી રીબુટ થવા માટે, તમારે શેલમાંથી બહાર નીકળવાની જગ્યાએ સિસ્ટમને બંધ કરી દેવી જોઈએ.
જો તમારી સિસ્ટમ નેટીવ DASD ડિસ્કનો ઉપયોગ કરે, તો તમારે SCSI ઉપયોગિતાઓને rescue સ્થિતિમાંથી વાપરવાની જરુર છે. આ ઉપયોગિતાઓ ડ્રાઈવર ડિસ્ક CD પર સ્થિત થયેલી હોય છે. જ્યાં સુધી વિશિષ્ટ પગલાંઓ લેવાય નહિં ત્યાં સુધી ડ્રાઈવર ડિસ્ક CD એ rescue સ્થિતિમાંથી માઉન્ટ થઈ શકતી નથી. આ પગલાંઓ નીચે વર્ણવાયેલ છે.
જો તમારી પાસે બીજી CD-ROM ડ્રાઈવ તમારી Linux સિસ્ટમને સોંપાયેલ હોય, તો તમે બીજી ડ્રાઈવમાં ડ્રાઈવર ડિસ્ક CD માઉન્ટ કરી શકો છો.
જો તમારી પાસે માત્ર એક CD-ROM ડ્રાઈવ હોય, તો તમારે, નીચેના પગલાંઓની મદદથી NFS બુટ સુયોજિત કરવું જ જોઈએ:
OpenPower, p5, i5, અને pSeries માટે:
CD-ROM માંથી linux rescue askmethod આદેશ સાથે બુટ કરો. આ તમને જાતે તમારી rescue માધ્યમના સ્રોત તરીકે CD-ROM ડ્રાઈવને મૂળભુત તરીકે પસંદ કરવાની જગ્યાએ NFS ને પસંદ કરવા માટે પરવાનગી આપે છે.
iSeries માટે:
/qopt/red_hat/ppc/iSeries/boot.img ને iSeries સિસ્ટમ કે જે તમારી Linux સિસ્ટમને સમાવે છે તેના IFS માં નકલ કરો. તમે આ પ્રકારના આદેશથી પણ આવું કરી શકો છો:
COPY OBJ ('/qopt/red_hat/ppc/iSeries/boot.img') TODIR('/tmp') |
નોંધ કરો કે /tmp એ તમારી IFS ની કોઈપણ જગ્યાથી બદલી શકાશે.
પ્રથમ સ્થાપન ડિસ્કને બીજી Linux સિસ્ટમની ફાઈલ સિસ્ટમ પર નકલ કરો.
NFS અથવા FTP મારફતે ઉપ્લબ્ધ આ સ્થાપન ડિસ્કની નકલ કરો.
તમને rescue કરવાની જરુર હોય તો સિસ્ટમને ઘટાડો અથવા પાવર બંધ કરો. તેના IPL પરિમાણો સુયોજિત કરો જે સ્થાપન ડિસ્કને rescue સ્થિતિમાં બુટ કરવા માટે સૂચવાયેલ છે, ખાલી IPL સ્રોત એ boot.img ની તમારા IFS પર નકલ કરે છે તેનો નિર્દેશ કરશે તેને છોડીને (પગલાં ૧ માંથી, ઉપર).
ખાતરી કરો કે સ્થાપન ડિસ્ક એ તમારી CD-ROM ડ્રાઈવમાં નથી ને.
IPL Linux સિસ્ટમ.
વિભાગ 2.25 માં દર્શાવેલ સૂચનોને અનુસરો. સ્થાપન સ્રોત માટેના વધારાના સૂચનો પછી દેખાશે. NFS અથવા FTP (યોગ્ય રીતે હોય તેમ) પસંદ કરો અને નીચેની નેટવર્ક રુપરેખાંકન સ્ક્રીન પૂર્ણ કરો.
જ્યારે Linux સિસ્ટમ rescue સ્થિતિમાં બુટ થયેલી હતી, ત્યારે CD-ROM ડ્રાઈવ એ વાપરવા માટે ઉપ્લબ્ધ છે અને તમે ડ્રાઈવર મીડિયાને SCSI ઉપયોગિતાઓ વાપરવા માટે માઉન્ટ કરી શકો છો.