| Red Hat Enterprise Linux 4: IBM® POWER Architecture માટે સ્થાપન માર્ગદર્શન | ||
|---|---|---|
| પહેલાનું | પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન | આગળવધો |
જો તમે આપોઆપ પાર્ટીશન કરવાનું પસંદ કરો અને રીવ્યુ પસંદ નહિં કરો, તો વિભાગ 2.15 સુધી અવગણો.
જો તમે આપોઆપ પાર્ટીશન કરવાનું પસંદ કરો અને રીવ્યુ પસંદ કરેલ હોય, તો તમે ક્યાંતો વર્તમાન પાર્ટીશન સુયોજનો સ્વીકારી શકો છો (આગળ વધો ક્લિક કરો), અથવા સેટઅપને ડિસ્ક ડ્રુડ, પાર્ટીશન સાધનની મદદથી જાતે સુધારો કરી શકો છો.
જો તમે જાતે પાર્ટીશન કરવાનું પસંદ કરો, તો તમારે સ્થાપન કાર્યક્રમને કહેવું જ પડશે કે તમે ક્યાં Red Hat Enterprise Linux સ્થાપિત કરવા માંગો છો. આ એક અથવા વધુ પાર્ટીશનો દ્વારા માઉન્ટ બિંદુ વ્યાખ્યાયિત કરીને કરવામાં આવેલ છે કે જેમાં Red Hat Enterprise Linux સ્થાપિત હોય.
![]() | નોંધ |
|---|---|
જો તમે કેવી રીતે તમારા પાર્ટીશનો સુયોજિત કરશો તે યોજિત કર્યું નહિં હોય, તો પરિશિષ્ટ C અને વિભાગ 2.14.4 નો સંદર્ભ લો. ન્યુનતમ કરતાં પણ ઓછાએ, તમને યોગ્ય રીતે માપ લીધેલ રુટ (/) પાર્ટીશન, બિન-iSeries સિસ્ટમો માટે /boot/ પાર્ટીશન (iSeries સિસ્ટમ માટે /boot/ પાર્ટીશન જરુરી નથી), PPC PReP boot પાર્ટીશન, અને તમારી સિસ્ટમની RAM કરતાં બમણા માપનો સ્વેપ પાર્ટીશન જરુરી છે. iSeries વપરાશકર્તાઓ માટે: એનો આગ્રહ રાખવામાં આવે છે કે PReP boot પાર્ટીશન, ક્યાંતો તમારી પ્રાથમિક અથવા બેકઅપ બુટ પદ્ધતિ તરીકે સુયોજિત કરો. PReP boot પાર્ટીશનના માપનો વિસ્તાર 16 અને 32 MB વચ્ચે હોવો જોઈએ અને તેનો પ્રાથમિક પાર્ટીશન સક્રિય કરેલો હોવો જરુરી છે. |
સ્થાપન કાર્યક્રમો દ્વારા વાપરવામાં આવતું પાર્ટીશન સાધન ડિસ્ક ડ્રુડ છે. અમુક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં, ડિસ્ક ડ્રુડ વિચિત્ર સ્થાપનો માટે પાર્ટીશનની જરુરિયાતો નિયંત્રિત કરે છે.
ડિસ્ક ડ્રુડ તમારા હાર્ડ ડ્રાઈવોની ગ્રાફિકવાળી રજૂઆત કરે છે.
તમારા માઉસની મદદથી, ગ્રાફિકવાળા ડિસ્પ્લેમાં કોઈપણ ચોક્કસ ક્ષેત્રને પ્રકાશિત કરવા માટે એક વાર ક્લિક કરો. વર્તમાન પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે બેવડું ક્લિક કરો અથવા હાલની ખાલી જગ્યાની બહાર પાર્ટીશન બનાવો.
ડિસ્પ્લે ઉપર, તમે ડ્રાઈવ નામ (જેમ કે /dev/hda ) નું રીવ્યુ કરી શકો છો, Geom (કે જે હાર્ડ ડિસ્કની ભૂમિતિ બતાવે છે અને તેમાં તે ત્રણ સંખ્યાઓ બતાવે છે જેમાં સિલિન્ડરો, હેડ, અને સેક્ટરોની સંખ્યાનો અહેવાલ હાર્ડ ડિસ્ક દ્વારા આપવામાં આવે છે), અને હાર્ડ ડ્રાઈવનો નમૂનો સ્થાપન કાર્યક્રમ દ્વારા શોધાય છે તે બતાવે છે.
આ બટનો ડિસ્ક ડ્રુડની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તેઓ પાર્ટીશનના લક્ષણો બદલવા માટે (ઉદાહરણ તરીકે ફાઈલ સિસ્ટમનો પ્રકાર અને માઉન્ટ બિંદુ) અને RAID ઉપકરણો બનાવવા માટે પણ વપરાય છે. આ સ્ક્રીન પરના બટનો તમે કરેલા ફેરફારો સ્વીકારવા પણ વપરાય છે, અથવા ડિસ્ક ડ્રુડમાંથી બહાર નીકળવા માટે વપરાય છે. પછીની સમજૂતી માટે, બધા બટન પર ક્રમમાં ક્લિક કરીને જુઓ:
નવું: નવા પાર્ટીશનની માંગણી કરવા માટે વપરાય છે. જ્યારે પસંદ થાય છે, ત્યારે ક્ષેત્રો ધરાવતું સંવાદ બોક્સ દેખાય છે (જેમ કે માઉન્ટ પોઈન્ટ અને માપ ક્ષેત્રો) કે જે ભરેલાં જ હોવા જોઈએ.
ફેરફાર કરો: પાર્ટીશનો વિભાગમાં વર્તમાનમાં પસંદ થયેલ પાર્ટીશનના લક્ષણો સુધારવા માટે વપરાય છે. ફેરફાર કરો પસંદ કરવાનું સંવાદ બોક્સ ખોલે છે. પાર્ટીશન જાણકારી ડિસ્ક પર શું પહેલાથી જ લખાઈ ગયેલી છે તેના પર આધાર રાખીને, અમુક અથવા બધા ક્ષેત્રોમાં ફેરફાર કરી શકાશે.
તમારે ખાલી જગ્યાની અંદર નવો પાર્ટીશન બનાવવા માટે તમે તે જ જગ્યાની અંદર ખાલી જગ્યાથી રજૂ થતા ગ્રાફિકવાળા ડિસ્પ્લેમાં ફેરફાર કરી શકો છો. ક્યાંતો ખાલી જગ્યા પ્રકાશિત કરો અને પછી ફેરફાર કરો પસંદ કરો, અથવા ખાલી જગ્યામાં ફેરફાર કરવા માટે તેના પર બેવડું ક્લિક કરો.
RAID ઉપકરણ બનાવવા માટે, તમારે પ્રથમ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવવા જ પડશે (અથવા હાલના ફરી વાપરો). એક વાર તમે બે અથવા વધુ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવી દીધા પછી, સોફ્ટવેર RAID પાર્ટીશનોને RAID ઉપકરણમાં જોડવા માટે RAID બનાવો પસંદ કરો.
કાઢી નાંખો: હાલમાં વર્તમાન ડિસ્ક પાર્ટીશનો વિભાગમાં પ્રકાશિત પાર્ટીશનને દૂર કરવા માટે વપરાય છે. તમને કોઈપણ પાર્ટીશનને કાઢી નાંખવા માટે ખાતરી કરવા માટે પૂછવામાં આવે છે.
ફરીથી સુયોજિત કરો: ડિસ્ક ડ્રુડને તેની મૂળ સ્થિતિમાં સંગ્રહવા માટે વપરાય છે. જો તમે પાર્ટીશનો ફરીથી સુયોજિત કરો તો બધા બદલાવો ખોવાઈ જશે.
RAID: કોઈપણ અથવા બધા પાર્ટીશનોને ક્ષમતા પૂરી પાડવા માટે વપરાય છે. એ માત્ર ત્યારે જ વાપરી શકાશે જો તમારી પાસે RAID વાપરવાનો અનુભવ હોય. RAID વિશે વધુ વાંચવા માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.
RAID ઉપકરણ બનાવવા માટે, તમારે પ્રથમ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવવા જ પડશે. એક વાર તમે બે અથવા વધુ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવી દીધા, પછી સોફ્ટવેર RAID પાર્ટીશનોને RAID ઉપકરણ સાથે જોડવા માટે RAID પસંદ કરો.
LVM: તમને LVM લોજિકલ વોલ્યુમ બનાવવાની પરવાનગી આપે છે. LVM (Logical Volume Manager) ની ભૂમિકા એ છે કે તે ભૌતિક સંગ્રહસ્થાનો, જેમ કે હાર્ડ ડ્રાઈવોની રજૂઆત કરે છે. LVM અંગત ભૌતિક ડિસ્કની વ્યવસ્થા કરે છે — અથવા વધુ કિંમતી બને છે, અંગત પાર્ટીશનો તેના પર રજૂ થાય છે. તે માત્ર ત્યારે જ વપરાશે જ્યારે તમારી પાસે LVM વાપરવાનો અનુભવ હોય. LVM વિશે વધુ વાંચવા માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો. નોંધ કરો કે, LVM એ માત્ર ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમમાં ઉપ્લબ્ધ હોય છે.
LVM લોજિકલ વોલ્યુમ બનાવવા માટે, તમારે પ્રથમ ભૌતિક વોલ્યુમ (LVM) પ્રકારનો પાર્ટીશન બનાવવો પડે. એક વાર તમે એક અથવા વધુ ભૌતિક વોલ્યુમ (LVM) પાર્ટીશનો બનાવી દીધા પછી, LVM લોજિકલ વોલ્યુમ બનાવવા માટે LVM પસંદ કરો.
ઉપર પાર્ટીશનનો વંશવેલો એ લેબલોથી છે કે જે તમે બનાવી રહ્યા છો તે પાર્ટીશનો વિશે જાણકારી રજૂ કરે છે. લેબલો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે:
ઉપકરણ: આ ક્ષેત્ર પાર્ટીશનનું ઉપકરણ નામ પ્રદર્શિત કરે છે.
માઉન્ટ બિંદુ/RAID/વોલ્યુમ: માઉન્ટ બિંદુ એ ડિરેક્ટરીના વંશવેલાની અંદરની જગ્યા છે કે જ્યાં વોલ્યુમ અસ્તિત્વમાં છે; વોલ્યુમ આ જગ્યાએ "માઉન્ટ" થશે. આ ક્ષેત્ર સૂચવે છે કે પાર્ટીશનને ક્યાં માઉન્ટ કરવું. જો પાર્ટીશન અસ્તિત્વમાં હોય, પરંતુ સુયોજિત નહિં હોય, તો પછી તમારે તેનું માઉન્ટ બિંદુ વ્યાખ્યાયિત કરવાની જરુર છે. પાર્ટીશન પર બેવડું ક્લિક કરો અથવા ફેરફાર કરો બટન પર ક્લિક કરો.
પ્રકાર: આ ક્ષેત્ર પાર્ટીશનની ફાઈલ સિસ્ટમનો પ્રકાર બતાવે છે (ઉદાહરણ તરીકે, ext2 અથવા ext3 ).
બંધારણ: આ ક્ષેત્ર બતાવે છે કે શું બનવા જઈ રહેલો પાર્ટીશન ફોર્મેટ થઈ જશે.
માપ (MB): આ ક્ષેત્ર પાર્ટીશનનું માપ (MB માં) બતાવે છે.
શરુ કરો: આ ક્ષેત્ર પાર્ટીશનનો હાર્ડ ડ્રાઈવ પર જ્યાંથી પ્રારંભ થાય તે સિલિન્ડર બતાવે છે.
અંત: આ ક્ષેત્ર પાર્ટીશનનો હાર્ડ ડ્રાઈવ પર જ્યાં અંત થાય તે સિલિન્ડર બતાવે છે.
RAID ઉપકરણ/LVM વોલ્યુમ જૂથ સભ્યો છુપાવો: જો તમે કોઈ RAID ઉપકરણ અથવા LVM વોલ્યુમ જૂથ સભ્યો કે જે બનેલા છે તે જોવા માંગો તો આ વિકલ્પ પસંદ કરો.
જો તમારી પાસે આમ નહિં કરવા માટે કોઈ કારણ હોય તો તમે કરી શકો છો, નહિંતર અમે એવો આગ્રહ રાખીએ છીએ કે તમે નીચેના પાર્ટીશનો બનાવો:
સ્વેપ પાર્ટીશન (ઓછામાં ઓછો 256 MB) — સ્વેપ પાર્ટીશનો વર્ચ્યુઅલ મેમરીને આધાર આપવા માટે વપરાય છે. બીજા શબ્દોમાં કહીએ, તો માહિતી સ્વેપ પાર્ટીશનમાં લખવામાં આવે છે કે જ્યારે ત્યાં તમારી માહિતીને પ્રક્રિયા કરવા માટે સંગ્રહવા માટે પૂરતી RAM નહિં હોય.
જો તમે કેટલા માપનો સ્વેપ પાર્ટીશન બનાવવો તેના વિશે ચોક્કસ નહિં હોય, તો તેને તમારા મશીનની RAM ના બમણા માપનો કરો (પરંતુ 2 GB કરતાં મોટો નહિં). તેનો પ્રકાર સ્વેપ જ હોવો જોઈએ.
યોગ્ય માપની સ્વેપ જગ્યા બનાવવાનું એ નીચેનાને સમાવીને વિવિધ પરિમાણો પર પણ આધાર રાખે છે (મહત્વના આધારે ઉતરતા ક્રમમાં):
મશીન પર ચાલતા કાર્યક્રમો.
મશીન પર સ્થાપિત થયેલ ભૌતિક RAM નો જથ્થો.
OS ની આવૃત્તિ.
સ્વેપ એ 2x ભૌતિક RAM જેટલી અને 2 GB ની ભૌતિક RAM સુધી જ હોવી જોઈએ, અને પછી 2 GB કરતાં વધારે કોઈપણ માટે 1x ભૌતિક RAM, પરંતુ ક્યારેય 32 MB કરતાં ઓછી હોવી જોઈએ નહિં.
આ સૂત્ર વાપરીને, 2 GB ની ભૌતિક RAM વાળી સિસ્ટમ પાસે 4 GB ની સ્વેપ હોવી જોઈએ, જ્યારે 3 GB ની ભૌતિક RAM વાળી સિસ્ટમ પાસે 5 GB ની સ્વેપ હોવી જોઈએ. વધારે જગ્યાવાળી સ્વેપ પાર્ટીશન બનાવવાનું તમને ભવિષ્યમાં ખૂબ મદદરુપ થઈ પડશે જે તમે તમારી RAM ને ભવિષ્યમાં સુધારવાનું વિચારી રહ્યા હોય.
![]() | મદદ |
|---|---|
જો તમારી પાર્ટીશન પદ્ધતિને 2 GB કરતાં મોટા સ્વેપ પાર્ટીશનની જરુર પડે, તો તમારે વધારાનો સ્વેપ પાર્ટીશન બનાવવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમને 4 GB ની સ્વેપની જરુર પડે, તો તમારે બે 2 GB સ્વેપ પાર્ટીશનો બનાવવા જોઈએ. જો તમારી પાસે 4 GB ની RAM ની હોય, તો તમારે ત્રણ 2 GB સ્વેપ પાર્ટીશનો બનાવવા જોઈએ. Red Hat Enterprise Linux એ 32 જેટલી સ્વેપ ફાઈલોને આધાર આપે છે. |
સિસ્ટમો માટે કે જેઓ ખરેખર વિશાળ RAM (32 GB કરતા વધારે) નો જથ્થો ધરાવે છે તેના માટે તમે નાના સ્વેપ પાર્ટીશનો સાથે પણ કામ ચલાવી શકો છો (1x, અથવા ઓછા, ભૌતિક RAM ની આસપાસ).
હાર્ડ ડ્રાઈવના પ્રથમ પાર્ટીશન પરનું PPC PReP બુટ પાર્ટીશન — PPC PReP બુટ પાર્ટીશન (iSeries સિસ્ટમો પર) ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ અથવા YABOOT બુટ લોડર (કે જે બીજી POWER સિસ્ટમોને Red Hat Enterprise Linux બુટ કરવા માટેની પરવાનગી આપે છે) સમાવે છે. iSeries સિસ્ટમો વિના POWER સિસ્ટમો માટે: જ્યાં સુધી તમે ફ્લોપી અથવા નેટવર્ક સ્રોતમાંથી બુટ કરવાની યોજના નહિં ઘડો, ત્યાં સુધી તમારી પાસે Red Hat Enterprise Linux ને બુટ કરવા માટે PPC PReP બુટ પાર્ટીશન હોવો જ જોઈએ.
OpenPower, p5, i5, અને pSeries વપરાશકર્તાઓ માટે: PPC PReP બુટ પાર્ટીશન 4-8 MB ની વચમાં હોવો જોઈએ, 10 MB થી વધારે નહિં.
iSeries વપરાશકર્તાઓ માટે: એવો આગ્રહ રાખવામાં આવે છે કે PPC PReP બુટ પાર્ટીશન સુયોજિત કરો, ક્યાં તો તમારી પ્રાથમકિ પદ્ધતિ તરીકે અથવા બેકઅપ બુટ પદ્ધતિ તરીકે. PPC PReP બુટ પાર્ટીશનનું માપ 16 અને 32 MB ની વચ્ચે હોવો જોઈએ (પરંતુ 32 MB કરતાં વધવો જોઈએ નહિં). PPC PReP બુટ પાર્ટીશન પ્રાથમિક પાર્ટીશન જ હોવો જોઈએ, અને સક્રિય તરીકે ચિહ્નિત કરેલ હોવો જોઈએ.
non-iSeries વપરાશકર્તાઓ માટે: /boot/ પાર્ટીશન (100 MB) (/boot/ iSeries સિસ્ટમો પર જરુરી નથી) — /boot/ પર માઉન્ટ થયેલ પાર્ટીશન ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ સમાવે છે (કે જે તમારી સિસ્ટમને Red Hat Enterprise Linux બુટ કરવા માટેની પરવાનગી આપે છે), ફાઈલો કે જે bootstrap પ્રક્રિયા દરમ્યાન વપરાય છે તેને સમાવીને. ઘણા PC ની મર્યાદાઓને લીધે firmware , આને સમાવવા માટે નાનો પાર્ટીશન બનાવવાનો સારો વિચાર છે. ઘણા વપરાશકર્તાઓ માટે, 100 MB બુટ પાર્ટીશન પૂરતો છે.
![]() | સાવધાન |
|---|---|
જો તમારી પાસે RAID કાર્ડ હોય, તો ધ્યાન રાખો કે અમુક firmware RAID કાર્ડમાંથી બુટ થવાને આધાર આપતા નથી. આવા કિસ્સાઓમાં, /boot/ પાર્ટીશન RAID ઍરેની બહારના ભાગમાં જ બનવો જોઈએ, જેમ કે અલગ હાર્ડ ડ્રાઈવ પર. આ કિસ્સો છે PReP iSeries સિસ્ટમો પર. |
root પાર્ટીશન (500 MB - 5.0 GB) — આ એ જગ્યા છે જ્યાં "/" (root ડિરેક્ટરી) સ્થિત થયેલ છે. આ સુયોજનમાં, બધી ફાઈલો (જેઓ /boot માં સંગ્રહિત હોય તેમને છોડીને) root પાર્ટીશન પર હોય છે.
500 MB પાર્ટીશન તમને ન્યુનતમ સ્થાપન સ્થાપિત કરવા માટેની પરવાનગી આપે છે, જ્યારે 5.0 GB root પાર્ટીશન તમને સંપૂર્ણ સ્થાપન કરવાની પરવાનગી આપે છે, બધા પેકેજ જૂથો પસંદ કરીને.
નવો પાર્ટીશન ઉમેરવા માટે, નવું બટન પસંદ કરો. (આકૃતિ 2-14 નો સંદર્ભ લો) સંવાદ બોક્સ દેખાશે.
![]() | નોંધ |
|---|---|
આ સ્થાપન માટે તમારે ઓછામાં ઓછા બે પાર્ટીશનો , અને વૈકલ્પિક રીતે વધુ નક્કી કરવા જોઈએ. વધુ જાણકારી માટે, પરિશિષ્ટ C નો સંદર્ભ લો. |
માઉન્ટ બિંદુ: પાર્ટીશનનું માઉન્ટ બિંદુ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો પાર્ટીશન રુટ પાર્ટીશન હોવો જોઈએ, તો / દાખલ કરો; /boot પાર્ટીશન માટે /boot દાખલ કરો, અને એજ પ્રમાણે. તમારા પાર્ટીશન માટે સાચું માઉન્ટ બિંદુ પસંદ કરવા માટે તમે પુલ-ડાઉન મેનુનો પણ ઉપયોગ કરી શકો છો.
ફાઈલ સિસ્ટમનો પ્રકાર: પુલ-ડાઉન મેનુની મદદથી, આ પાર્ટીશન માટે યોગ્ય ફાઈલ સિસ્ટમ પસંદ કરો. ફાઈલ સિસ્ટમોના પ્રકારો પર વધુ જાણકારી માટે, વિભાગ 2.14.5.1 નો સંદર્ભ લો.
ઉપ્લબ્ધ ડ્રાઈવો: આ ક્ષેત્ર તમારી સિસ્ટમ પર સ્થાપિત હાર્ડ ડિક્સની યાદી સમાવે છે. જો હાર્ડ ડિસ્કનું બોક્સ પ્રકાશિત હોય, તો નક્કી થયેલ પાર્ટીશન તે હાર્ડ ડિસ્ક પર બનાવાશે. જો તે બોક્સ ચકાસાયેલ નહિં હોય, તો પાર્ટીશન તે હાર્ડ ડિસ્ક પર ક્યારેય નહિં બને. વિવિધ ચકાસણીબોક્સ સુયોજનો વાપરીને, તમારી પાસે ડિસ્ક ડ્રુડ છે પાર્ટીશનોને તમે જ્યાં મૂકવા માંગો ત્યાં મૂકો, અથવા ડિસ્ક ડ્રુડ ને જાતે નક્કી કરવા દો કે પાર્ટીશનોને ક્યાં મૂકવા.
માપ (MB): પાર્ટીશનનું માપ (મેગાબાઈટોમાં) દાખલ કરો. નોંધ, આ ક્ષેત્ર 100 MB થી શરુ થાય છે; જ્યાં સુધી બદલાય નહિં, માત્ર 100 MB પાર્ટીશન બનાવાશે.
વધારાના માપ માટેના વિકલ્પો: શું આ પાર્ટીશનને ચોક્કસ માપ આગળ રાખવું કે નહિં તે પસંદ કરો, તેને "grow" કરવા માટે અમુક ચોક્કસ બિંદુ સુધી પરવાનગી આપવા (ઉપ્લબ્ધ હાર્ડ ડ્રાઈવ જગ્યા ભરો), અથવા તેને કોઈ પણ બાકી રહેલ હાર્ડ ડ્રાઈવની જગ્યાઓ ભરવા માટે પરવાનગી આપવા માટે.
જો તમે બધી જગ્યા આટલા માપ સુધી ભરો (MB) પસંદ કરો, તો તમારે માપ પરિમાણોને આ વિકલ્પની જમણી બાજુએ દાખલ કરવા જ જોઈએ. આ તમને અમુક ચોક્કસ જગ્યા તમારી હાર્ડ ડ્રાઈવ પર ભવિષ્યમાં વાપરવા માટે પરવાનગી આપે છે.
પ્રાથમિક પાર્ટીશન હોય તે માટે દબાણ કરો: પસંદ કરો કે શું તમે જે પાર્ટીશન બનાવી રહ્યા છો તે હાર્ડ ડ્રાઈવ પરના પ્રથમ ચાર પાર્ટીશનોમાંનું એક હોવું જોઈએ. જો પસંદ નહિં હોય, તો પાર્ટીશન લોજિકલ પાર્ટીશન તરીકે બનશે. વધુ જાણકારી માટે વિભાગ C.1.3, નો સંદર્ભ લો.
બરાબર: એક વાર તમે સુયોજનો સાથે સંતુષ્ટ થઈ જાઓ અને પાર્ટીશન બનાવવા માંગો તો બરાબર પસંદ કરો.
રદ કરો: જો તમે પાર્ટીશન બનાવવા નહિં માંગો તો રદ કરો પસંદ કરો.
Red Hat Enterprise Linux જે ફાઈલ સિસ્ટમો વાપરશે તેના પર આધાર રાખીને, તમને વિવિધ પ્રકારના પાર્ટીશનો બનાવવાની પરવાનગી આપે છે. નીચે ઉપ્લબ્ધ વિવિધ ફાઈલ સિસ્ટમોનું વર્ણન છે, અને તેઓ કેવી રીતે જળવાયેલ છે.
ext2 — ext2 ફાઈલ સિસ્ટમ પ્રમાણભૂત Unix ફાઈલ સિસ્ટમોને આધાર આપે છે. (નિયમિત ફાઈલો, ડિરેક્ટરીઓ, સંજ્ઞાકીય કડીઓ, વગેરે). તે લાંબા ફાઈલનામોને ૨૫૫ અક્ષરો સુધી સોંપવાની ક્ષમતા પૂરી પાડે છે.
ext3 — ext3 ફાઈલ સિસ્ટમ એ ext2 ફાઈલ સિસ્ટમ પર આધારિત હોય છે અને તેની પાસે એક મુખ્ય ફાયદો — જર્નલીંગ છે. ફાઈલ સિસ્ટમની જર્નલ કરવાનું ફાઈલ સિસ્ટમ બગડી ગયા પછી તેને પાછી મેળવવાનો સમય ઘટાડે છે કારણ કે ત્યાં ફાઈલ સિસ્ટમને fsck[1] કરવાની કોઈ જરુર નથી. ext3 ફાઈલ સિસ્ટમ એ મૂળભુત રીતે પસંદ થાય તેનો ખૂબ આગ્રહ રાખવામાં આવેલ છે.
ભૌતિક વોલ્યુમ (LVM) — એક અથવા વધુ ભૌતિક વોલ્યુમ (LVM) પાર્ટીશનો બનાવવાનું તમને LVM લોજિકલ વોલ્યુમ બનાવવાની પરવાનગી આપે છે. LVM જ્યારે તમે ભૌતિક ડિસ્ક વાપરી રહ્યા હોય ત્યારે તમારો પ્રભાવ સુધારી શકે છે. LVM ને લગતી વધુ જાણકારી મેળવવા માટે, Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.
સોફ્ટવેર RAID — બે અથવા વધુ સોફ્ટવેર RAID પાર્ટીશનો બનાવવાનું તમને RAID ઉપકરણ બનાવવા માટે પરવાનગી આપે છે. RAID ને લગતી વધુ જાણકારી મેળવવા માટે, RAID (Redundant Array of Independent Disks) પ્રકરણનો Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન માં સંદર્ભ લો.
સ્વેપ — સ્વેપ પાર્ટીશનો વર્ચ્યુઅલ મેમરીને આધાર આપવા માટે વપરાય છે. શબ્દોમાં કહીએ તો, માહિતી સ્વેપ પાર્ટીશન પર લખાય છે જ્યારે ત્યાં તમારી સિસ્ટમ જે માહિતી પર પ્રક્રિયા કરી રહી હોય તેને સંગ્રહવા માટે પૂરતી RAM નહિં હોય. વધારાની જાણકારી માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.
vfat — VFAT ફાઈલ સિસ્ટમ એ Linux ફાઈલ સિસ્ટમ છે કે જે FAT ફાઈલ સિસ્ટમ પરની Microsoft Windows ની લાંબી ફાઈલનામ સાથે સુસંગત છે.
PPC PReP Boot — PPC PReP boot પાર્ટીશન ઓપરેટિંગ સિસ્ટમ કર્નલને સમાવે છે ( iSeries પર *NWSSTG IPL માંથી બુટ કરવા માટે) અથવા YABOOT બુટ લોડર સમાવે છે (કે જે તમારી pSeries સિસ્ટમને Red Hat Enterprise Linux બુટ કરવા માટે પરવાનગી આપે છે).
પાર્ટીશનમાં ફેરફાર કરવા માટે, ફેરફાર કરો બટન પર ક્લિક કરો અથવા વર્તમાન પાર્ટીશન પર બેવડું ક્લિક કરો.
![]() | નોંધ |
|---|---|
જો પાર્ટીશન તમારી હાર્ડ ડિસ્ક પર પહેલાથી જ હાજર હોય, તો તમે પાર્ટીશનનું માત્ર માઉન્ટ બિંદુ જ બદલી શકો છો. બીજા બધા ફેરફારો કરવા માટે, તમારે પાર્ટીશન કાઢીને તેને ફરીથી જ બનાવવો પડે છે. |
| [1] | fsck કાર્યક્રમ એ ફાઈલ સિસ્ટમને મુખ્ય માહિતી જાળવી રાખવા માટે અને વૈકલ્પિક રીતે એક અથવા વધુ Linux ફાઈલ સિસ્ટમો સુધારવા માટે વપરાય છે. |