પ્રકરણ 2. Red Hat Enterprise Linux સ્થાપન

આ પ્રકરણ તમને Red Hat Enterprise Linux નું સ્થાપન CD-ROM માંથી, ગ્રાફિકવાળા, માઉસ-આધારિત સ્થાપન કાર્યક્રમ દ્વારા કેવી રીતે કરવું તે સમજાવે છે. નીચેની બાબતોની ચર્ચા થયેલ છે:

2.1. ગ્રાફિકવાળો સ્થાપન કાર્યક્રમ વપરાશકર્તા ઈન્ટરફેસ

જો તમે ગ્રાફિકવાળું વપરાશકર્તા ઈન્ટરફેસ (GUI) પહેલા વાપર્યું હોય, તો તમે આ પ્રક્રિયા સાથે પહેલાથી જ પરિચિત થઈ ગયા હશો; સ્ક્રીનની શોધખોળ કરવા માટે તમારું માઉસ વાપરો, બટનો પર ક્લિક કરો, અથવા લખાણ ક્ષેત્રો દાખલ કરો.

તમે કીબોર્ડ દ્વારા પણ શોધખોળ કરી શકો છો. [Tab] કી તમને સ્ક્રીનની ફરતે ખસવાની પરવાનગી આપે છે, ઉપર અને નીચે કી તમને યાદીમાં સરકવાની પરવાનગી આપે છે, [+] અને [-] કી યાદીને વિસ્તારવા અને સંકોચવા માટે, જ્યારે [Space] અને [Enter] વસ્તુને પસંદ કરવા અથવા પસંદ થયેલ વસ્તુને નાપસંદ કરવા માટે વપરાય છે. તમે [Alt]-[X] કી એકસાથે વાપરીને પણ બટનો પર ક્લિક કરી શકો છો અથવા બીજી સ્ક્રીનોની પસંદગી પણ કરી શકો છો, કે જ્યાં [X] એ સ્ક્રીન પરના નીચે લીટીવાળા કોઈપણ અક્ષરથી બદલાઈ જાય છે.

જો તમે ગ્રાફિકવાળું સ્થાપન સિસ્ટમ સાથે વાપરવા માંગો કે જેના પાસે ક્ષમતા નહિં હોય જેમ કે પાર્ટીશનવાળી સિસ્ટમ, તો તમે VNC અથવા ડિસ્પ્લેને આગળ ધપાવવાનું કરી શકો છો. બંને VNC અને ડિસ્પ્લેને સ્થાપનમાં આગળ ધપાવવાને સ્થાપન દરમ્યાન સક્રિય નેટવર્કની અને બુટ સમયની દલીલોને વાપરવાની જરુર રહે છે. ઉપ્લબ્ધ બુટ વિકલ્પો પર વધુ જાણકારી મેળવવા માટે, પરિશિષ્ટ E નો સંદર્ભ લો.

નોંધનોંધ
 

જો તમે GUI સ્થાપન કાર્યક્રમ કરવાની ઈચ્છા નહિં ધરાવો, તો લખાણ સ્થિતિ કાર્યક્રમો પણ ઉપ્લબ્ધ છે. લખાણ સ્થિતિ કાર્યક્રમ શરુ કરવા માટે, નીચેનો બુટ આદેશ વાપરો:

linux text

લખાણ સ્થિતિ સ્થાપન સૂચનો માટે ઊંડાણથી સમજ લેવા માટે મહેરબાની કરીને વિભાગ 2.2 નો સંદર્ભ લો.

સ્થાપન GUI સ્થાપન કાર્યક્રમની મદદથી કરવાનો મોટે ભાગે આગ્રહ રાખવામાં આવે છે. GUI સ્થાપન કાર્યક્રમ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમની પૂરેપૂરી કાર્યક્ષમતાઓ પૂરી પાડે છે, LVM રુપરેખાંકન સમાવીને કે જે લખાણ સ્થિતિ સ્થાપન દરમ્યાન ઉપ્લબ્ધ હોતું નથી.

વપરાશકર્તાઓ કે જે લખાણ સ્થિતિ કાર્યક્રમ જ વાપરે છે તેઓ GUI સ્થાપનો સરળ રીતે અનુસરી શકે છે અને બધી જરુરી જાણકારી મેળવી શકે છે.

iSeries સિસ્ટમ વપરાશકર્તાઓએ બુટ વિકલ્પો ઉમેરવાનું યાદ રાખવું જ જોઈએ, માર્ગદર્શિકામાં બતાવ્યા અનુસાર (પરિશિષ્ટ E) બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે, પ્રથમ વાર OS/400 સિસ્ટમમાં iSeries વપરાશકર્તા તરીકે પ્રવેશ મેળવીને અને પછી કોઈપણ IPL પરિમાણો તેમના OS/400 સત્રમાં સુયોજિત કરીને.

2.1.1. OpenPower, p5, i5, અને pSeries સ્થાપન કાર્યક્રમો બુટ કરવાનું

OpenPower, p5, i5, અથવા pSeries સિસ્ટમને CD-ROM માંથી બુટ કરવા માટે, તમારે બુટ ઉપકરણને System Management Services (SMS) મેનુમાં સ્થાપિત કરવા માટે સ્પષ્ટ કરવું જ પડે છે.

System Management Services GUI માં દાખલ થવા માટે, બુટ પ્રક્રિયા દરમ્યાન [1] કી દબાવો જ્યારે તમે chime અવાજ સાંભળો. આ વિભાગમાં વર્ણવ્યા અનુસાર ગ્રાફિકવાળું ઈન્ટરફેસ લઈ આવે છે.

લખાણ કન્સોલ પર, જ્યારે ખુદ ચકાસણી બેનર ચકાસાયેલ કમ્પોનન્ટોને પ્રદર્શિત કરે ત્યારે [1] કી દબાવો:

આકૃતિ 2-1. SMS કન્સોલ

એક વાર SMS મેનુમાં, બુટ વિકલ્પો પસંદ કરો માટે વિકલ્પ પસંદ કરો. મેનુમાં, સ્થાપન પસંદ કરો અથવા ઉપકરણ બુટ કરો સ્પષ્ટ કરો. ત્યાં, CD/DVD પસંદ કરો, અને પછી bus નો પ્રકાર (મોટા ભાગના કિસ્સાઓમાં SCSI). જો તમે અચોક્કસ હોય, તો તમે બધા ઉપકરણો જોવાનું પસંદ કરી શકો. આ બુટ ઉપકરણો માટે બધા ઉપ્લબ્ધ bus ચકાસે છે, નેટવર્ક એડેપ્ટરો અને હાર્ડ ડ્રાઈવોને સમાવીને.

છેલ્લે, સ્થાપન CD ને સમાવતું ઉપકરણ પસંદ કરો. YABOOT એ આ ઉપકરણમાંથી લવાશે અને તમે boot: પ્રોમ્પ્ટ સાથે રજૂ થશો. [Enter] કી દબાવો અથવા સ્થાપનનો પ્રારંભ કરવા માટે સમયસમાપ્તિની મર્યાદા પૂર્ણ થવા માટે રાહ જુઓ.

જો તમે બિન-iSeries સિસ્ટમને (અથવા *STMF ને i5 પર બુટ કરી રહ્યા હોય) નેટવર્ક મારફતે બુટ કરી રહ્યા હોય, CD #1 પરની images/netboot.img ફાઈલને વાપરો.

2.1.2. iSeries સ્થાપન કાર્યક્રમ બુટ કરવાનું

સ્થાપન CD ને તમારી CD-ROM ડ્રાઈવમાં દાખલ કરો. વોલ્યુમ નામ નક્કી કરો કે જેના દ્વારા OS/400 એ CD નો સંદર્ભ લે. આ wrklnk '/qopt/*' આદેશને OS/400 આદેશ વાક્ય પર ચલાવીને મેળવી શકાય છે. WRKOPTVOL એ ઓપ્ટીકલ માધ્યમ પર વધુ જાણકારી આપે છે. જ્યાં સુધી ત્યાં બીજી CD આ જ લેબલ સાથે બીજી ડ્રાઈવમાં નહિં હોય, વોલ્યુમ નામ Red_Hat રહે છે. નોંધ, જો વોલ્યુમ નામ સમયનોંધ સમાવે (તે જ્યારે નામો તકરાર થાય ત્યારે થાય છે), ત્યારે CD ને બહાર કાઢવાનું અને ફરીથી દાખલ કરવાનું વોલ્યુમ નામને બદલવા માટે કહે છે અને તમારે તે શું છે તે ફરીથી કહેવું પડશે.

ખાતરી કરો કે તમારું નેટવર્ક સર્વર (NWS) એ OS/400 WRKCFGSTS (*nws) આદેશને વાપરીને બદલાઈ ગયું.

નેટવર્ક સર્વર વર્ણન (NWSD) માં ફેરફાર કરો. IPL સ્રોત ક્ષેત્રને *STMF માં સુયોજિત કરો.

IPL stream file ક્ષેત્રને /QOPT/RED_HAT/PPC/ISERIES/BOOT.IMG (કેસ એ નોંધપાત્ર નથી) માં સુયોજિત કરો, કે જ્યાં Red_Hat એ CD વોલ્યુમનું નામ છે જે /QOPT પછી દેખાય છે.

જો તમે ડ્રાઈવર વાપરી રહ્યા હોય IPL પરિમાણો વિકલ્પને 'dd' (અવતરણ સાથે) તરીકે સુયોજિત કરો. નહિંતર, વિકલ્પને *NONE સુયોજિત કરો.

નોંધનોંધ
 

Red Hat એ vnc અથવા display=<workstation> બુટ આદેશોને ગ્રાફિકવાળું સ્થાપન શરુ કરવા માટેનો આગ્રહ રાખે છે. નહિંતર, ક્ષેત્રને લખાણ સ્થિતિ સ્થાપન કરવા માટે *NONE તરીકે સુયોજિત કરો. તમારા વર્કસ્ટેશન પર, xhost+ આદેશને સ્થાપિત સિસ્ટમના યાજમાનનામ તરીકે સુયોજિત કરવાનું ભૂલો નહિ. ઉપ્લબ્ધ બુટ આદેશો માટે વધુ જાણકારી માટે, પરિશિષ્ટ E નો સંદર્ભ લો.

OS/400 પાર્ટીશનના વર્ચ્યુઅલ કન્સોલ સાથે જોડાવા માટે ટેલનેટ ક્લાઈન્ટ વાપરે જે તમારા Linux પાર્ટીશનનું યજમાન કરે છે telnet <hosting partition> 2301 ના જેવો આદેશ વાપરીને. વર્ચ્યુઅલ કન્સોલ વાપરવા માટે વધુ વિગતો મેળવવા માટે વિભાગ 2.1.5 નો સંદર્ભ લો.

NWS પર બદલાય છે. બુટ ક્રમ વર્ચ્યુઅલ કન્સોલ પર અમુક સેકન્ડોમાં પ્રારંભ થાય છે. સ્થાપન કાર્યક્રમ આપોઆપ શરુ થાય છે. જો તમે VNC અથવા X-Host આધારિત સ્થાપનો કરી રહ્યા હોય, તો નેટવર્ક જાણકારી વર્ચ્યુઅલ કન્સોલ મારફતે રુપરેખાંકિત શકાશે.

2.1.3. OpenPower, p5, અને pSeries પર વર્ચ્યુઅલ કન્સોલ વિશે નોંધ

આ જાણકારી માત્ર બિન-પાર્ટીશનવાળા વપરાશકર્તાઓને જ લાગુ પડે છે કે જે OpenPower, p5, અને pSeries સિસ્ટમોને વિડીયો કાર્ડને તેમના કન્સોલ તરીકે વાપરી રહ્યા હોય. OpenPower, p5, i5, અને pSeries સિસ્ટમોના પાર્ટીશનવાળા વપરાશકર્તાઓ વિભાગ 2.1.4 સુધી અવગણી શકે છે, જ્યારે iSeries ના વપરાશકર્તાઓ વિભાગ 2.1.5 સુધી અવગણી શકે છે.

Red Hat Enterprise Linux નો સ્થાપન કાર્યક્રમ સ્થાપન પ્રક્રિયાઓના એક કરતાં વધુ સંવાદ બોક્સને મંજૂરી આપે છે. વિવિધ પ્રકારના તપાસ સંદેશાઓ તમારા માટે ઉપ્લબ્ધ છે, વધુમાં આદેશોને શેલ પ્રોમ્પ્ટમાંથી દાખલ કરવાનો માર્ગ પણ ઉપ્લબ્ધ છે. સ્થાપન કાર્યક્રમ આ સંદેશાઓને પાંચ વર્ચ્યુઅલ કન્સોલ ઉપર દાખલ કરવાની પરવાનગી આપે છે, કે જેમાંથી તમે એક કીસ્ટ્રોકના જોડાણથી ફેરબદલી કરી શકો છો.

વર્ચ્યુઅલ કન્સોલ એ ગ્રાફિક વગરના પર્યાવરણમાં શેલ પ્રોમ્પ્ટ છે, જે ભૌતિક મશીનમાંથી ચલાવી શકાય છે, પણ દૂરસ્થ રીતે નહિં. ઘણા બધા કન્સોલ વારાફરતી ચલાવી શકાશે.

જો તમે Red Hat Enterprise Linux સ્થાપિત કરતી વખતે સમસ્યા અનુભવો તો આ વર્ચ્યુઅલ કન્સોલ તમારા માટે ઉપયોગી થઈ શકે. સ્થાપન પર પ્રદર્શિત થતા સંદેશાઓ અથવા સિસ્ટમ કન્સોલ પિનપોઈન્ટ મદદ કરી શકે છે. વર્ચ્યુઅલ કન્સોલની યાદી માટે, તેમની ફેરબદલી કરવા માટે વપરાતા કીસ્ટ્રોક માટે, અને તેમના સમાવિષ્ટો માટે કોષ્ટક 2-1 નો સંદર્ભ લો.

સામાન્ય રીતે, જ્યાં સુધી તમે સ્થાપન સમસ્યાઓની તપાસ કરી નહિં લો ત્યાં સુધી ત્યાં મૂળભુત કન્સોલને છોડવા માટે કોઈ કારણ નથી (ગ્રાફિકવાળા સ્થાપનો માટે વર્ચ્યુઅલ કન્સોલ #7 અથવા લખાણ આધારિત સ્થાપનો માટે વર્ચ્યુઅલ કન્સોલ #1 ).

કન્સોલ કીસ્ટ્રોક સમાવિષ્ટો
[Ctrl]-[Alt]-[F1] સ્થાપન સંવાદ
[Ctrl]-[Alt]-[F2] શેલ પ્રોમ્પ્ટ
[Ctrl]-[Alt]-[F3] સ્થાપન લોગ (સ્થાપન કાર્યક્રમમાંથી સંદેશાઓ)
[Ctrl]-[Alt]-[F4] સિસ્ટમને સંબંધિત સંદેશાઓ
[Ctrl]-[Alt]-[F5] બીજા સંદેશાઓ
[Ctrl]-[Alt]-[F7] X ગ્રાફિકવાળું ડિસ્પ્લે

કોષ્ટક 2-1. કન્સોલ, કીસ્ટ્રોક, અને સમિવિષ્ટો

2.1.4. HMC vterm નો વપરાશ

HMC vterm એ કોઈપણ OpenPower, p5, i5, અથવા pSeries પાર્ટીશનવાળી સિસ્ટમ માટે કન્સોલ છે. આ HMC પરના પાર્ટીશન પર જમણું ક્લિક કરીને ખોલી શકાય છે, અને પછી ટર્મિનલ વિન્ડો ખોલો પસંદ કરીને. માત્ર એક vterm કન્સોલ સાથે એક વખતે જોડાઈ શકે છે અને ત્યાં vterm ની પાછળ પાર્ટીશનવાળી સિસ્ટમો માટે કોઈ કન્સોલ વપરાશ નથી. આ વારંવાર 'વર્ચ્યુઅલ કન્સોલ' તરીકે ઓળખાય છે, પરંતુ તે વિભાગ 2.1.3 માંના વર્ચ્યુઅલ કન્સોલ કરતાં અલગ છે અથવા તે iSeries વર્ચ્યુઅલ કન્સોલ છે જે વિભાગ 2.1.5 માં છે.

2.1.5. iSeries વર્ચ્યુઅલ કન્સોલનો વપરાશ

તમે iSeries વર્ચ્યુઅલ કન્સોલને સ્થાપન માટે વાપરી શકો તે પહેલાં, તમારે DST userid બનાવવું જ પડે અને તેને વર્ચ્યુઅલ કન્સોલ બનાવવા માટે સત્તાધિકાર આપો. V5R2 માં તમે ખાલી SST શરુ કરો (STRSST યજમાતા OS/400 પાર્ટીશન પર આદેશવાક્યમાંથી) અને વિકલ્પ પસંદ કરો, સેવા સાધનો ID સાથે કામ કરો. તમે QSECOFR userid ને વર્ચ્યુઅલ કન્સોલ સાથે ચલાવવા માટે વાપરી શકો નહિં, તમારે નવું userid બનાવવું જ પડે. એકવાર તમે તમારું userid બનાવી લીધા પછી, તેને પાર્ટીશન દૂરસ્થ પેનલ કી તમારા Linux પાર્ટીશન માટે ચલાવવા માટે પરવાનગી આપો.

વર્ચ્યુઅલ કન્સોલ વાપરવા માટે, telnet <systemname> 2301 આદેશ વાપરો કે જ્યાં <systemname> એ OS/400 પાર્ટીશનનું યજમાનનામ છે. જ્યારે તે જોડાય છે, ત્યારે વર્ચ્યુઅલ કન્સોલ તે OS/400 પાર્ટીશન દ્વારા યજમાન થયેલા વર્ચ્યુઅલ કન્સોલની યાદી આપે છે. પાર્ટીશન નંબર પસંદ કરો અને તમારો DST userid અને પાસવર્ડ પૂછવામાં આવે ત્યારે દાખલ કરો.

વર્ચ્યુઅલ કન્સોલ એ વિવિધ ટેલનેટ ક્લાઈન્ટોમાંથી વાપરી શકાય તેવું છે, પરંતુ તે શ્રેષ્ઠ રીતે કામ કરે છે જ્યારે ક્યાં તો Linux-આધારિત X ટર્મિનલોમાંથી (અથવા જીનોમ ટર્મિનલોમાંથી) વપરાય કે જે પ્રમાણભૂત telnet ક્લાઈન્ટ અથવા MS Windows PuTTY ક્લાઈન્ટ વાપરી રહ્યા હોય. બીજા ટેલનેટ ક્લાઈન્ટો, જેમ કે પ્રમાણભૂત Windows Telnet ક્લાઈન્ટને, વર્ચ્યુઅલ કન્સોલના લખાણ આધારિત સ્થાપન કાર્યક્રમો માટે ઘાટ આપવા સાથે અથવા vi જેવા કાર્યક્રમોમાં નિયંત્રણ ક્રમાંકો સાથે સમસ્યા હોય છે, કે જેથી તેમનો વપરાશ આગ્રહણીય રહેતો નથી.