પરિશિષ્ટ E. ઉન્નત બુટ વિકલ્પો

પરિશિષ્ટ એ Red Hat Enterprise Linux સ્થાપન કાર્યક્રમ માટે વપરાતા વધારાના બુટ વિકલ્પો અને કર્નલ બુટ વિકલ્પોની ચર્ચા કરે છે.

અંહિ રજૂ થયેલમાંના કોઈપણ બુટ વિકલ્પો વાપરવા માટે, તમે જે આદેશ ચલાવવા ઈચ્છો તે સ્થાપન boot: પ્રોમ્પ્ટ આગળ છાપો.

iSeries સિસ્ટમ વપરાશકર્તાઓએ બુટ વિકલ્પો ઉમેરવાનું યાદ રાખવું જ જોઈએ, જેમ આ માર્ગદર્શિકામાં બીજી ઓપરેટિંગ સિસ્ટમો માટે યાદી કરેલી છે, યજમાન OS/400 પાર્ટીશનમાં iSeries વપરાશકર્તા તરીકે પ્રવેશીને અને પછી કોઈપણ IPL પરિમાણોને NWSD સાથે તેમના પાર્ટીશન માટે સુયોજિત કરીને.

બુટ સમયની આદેશ દલીલો

askmethod

જ્યારે તમે Red Hat Enterprise Linux CD-ROM માંથી બુટ કરી રહ્યા હોય ત્યારે આ આદેશ તમને તમે જે વાપરવા માંગતા હોય તે સ્થાપન પદ્ધતિ પસંદ કરવા માટે પૂછે છે.

dd

આ દલીલ તમારા સ્થાપન કાર્યક્રમને ડ્રાઈવર ડિસ્ક બનાવવા માટે પૂછવા માટેનું કારણ બને છે.

dd=url

આ દલીલ સ્પષ્ટ કરેલ HTTP, FTP, અથવા NFS નેટવર્ક સરનામાઓમાંથી ડ્રાઈવર ઈમેજ કેવી રીતે વાપરવી તે પૂછવા માટેનું કારણ બને છે.

display=IP:0

આ આદેશ તમને દૂરસ્થ રીતે આગળ ધપાવવાની પરવાનગી આપે છે. આ આદેશમાં, IP એ સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગો તેના IP સરનામાથી બદલી શકાશે.

સિસ્ટમ કે જેના પર તમે પ્રદર્શન જોવા માંગતા હોય, ત્યાં તમારે xhost +remotehostname આદેશ ચલાવવો જ પડે, કે જ્યાં remotehostname એ યજમાનનું નામ છે જ્યાંથી તમે મૂળ પ્રદર્શન ચલાવી રહ્યા છો. xhost +remotehostname આદેશ દૂરસ્થ પ્રદર્શન ટર્મિનલ પર મર્યાદા મૂકે છે અને તેથી તે કોઈપણ જગ્યાએથી અથવા કોઈપણ સિસ્ટમ પરથી ખાસ કરીને જે બિનસત્તાધિકારવાળી હોય તેવાને દૂરસ્થ રીતે ચલાવવાની પરવાનગી આપતું નથી.

driverdisk

આ આદેશ dd આદેશ જે પ્રક્રિયા કરે છે તેવી જ પ્રક્રિયાઓ કરે છે અને તમને Red Hat Enterprise Linux ના સ્થાપન દરમ્યાન ડ્રાઈવર ડિસ્ક વાપરવા માટે પૂછે છે.

ide=nodma

આ આદેશ DMA ને બધા IDE ઉપકરણો પર નિષ્ક્રિય કરે છે અને તે કદાચ જ્યારે IDE-સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવે ત્યારે ઉપયોગી થશે.

mediacheck

આ આદેશ તમને સ્થાપન સ્રોતની ગુણવત્તા ચકાસવા માટેની પરવાનગી આપે છે (જો ISO-આધારિત પદ્ધતિ હોય). આ આદેશ CD, DVD, હાર્ડ ડ્રાઈવ ISO, અને NFS ISO સ્થાપન પદ્ધતિઓ સાથે કામ કરે છે. ISO ઈમેજો યોગ્ય છે તે સ્થાપન મદદો પહેલા ચકાસી રહ્યા છીએ અને સમસ્યાઓ કે જે સ્થાપન દરમ્યાન ઉદ્દભવે છે તે ચકાસી રહ્યા છીએ.

mem=xxxM

આ આદેશ તમને મેમરીના જથ્થા પર ફરીથી લખવાની પરવાનગી આપે છે કે જે કર્નલ મશીન માટે શોધે છે. આ અમુક જૂની સિસ્ટમો માટે જરુરી છે કે જ્યાં માત્ર 16 MB શોધાયેલ છે અને અમુક નવા મશીનો માટે કે જ્યાં વિડીયો કાર્ડ વિડીયો મેમરીને મુખ્ય મેમરી સાથે વહેંચે છે. જ્યારે આ આદેશ ચલાવી રહ્યા હોય, ત્યારે xxx એ મેમરીના મેગાબાઈટથી બદલાઈ જશે.

nopass

આ આદેશ કીબોર્ડ અને માઉસની જાણકારી સ્થાપન કાર્યક્રમના પગલા ૨ ના સ્થાપનને પસાર કરવા માટે નિષ્ક્રિય કરે છે. તે કીબોર્ડ અને માઉસ રુપરેખાંકન સ્ક્રીનને સ્થાપન કાર્યક્રમના પગલા ૨ દરમ્યાન વાપરી શકાય છે જ્યારે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય ત્યારે.

nopcmcia

આ આદેશ સિસ્ટમના કોઈપણ PCMCIA નિયંત્રકોને અવગણે છે.

noprobe

આ આદેશ હાર્ડવેર ચકાસવાનું નિષ્ક્રિય કરે છે અને તેની જગ્યાએ વપરાશકર્તાને હાર્ડવેર જાણકારી મેળવવા માટે પૂછે છે.

noshell

આ આદેશ શેલને સ્થાપન દરમ્યાન વર્ચ્યુઅલ કન્સોલ ૨ પર ચલાવવાનું નિષ્ક્રિય કરે છે.

nousb

આ આદેશ સ્થાપન દરમ્યાન USB નો આધાર લાવવાનું નિષ્ક્રિય કરે છે. જો સ્થાપન કાર્યક્રમ પ્રક્રિયામાં જલદી અટકી જાય, તો આ આદેશ ઉપયોગી સાબિત થઈ શકે.

nousbstorage

આ આદેશ usbstorage મોડ્યુલને સ્થાપન કાર્યક્રમને લાવનારમાં લાવવાનું નિષ્ક્રિય કરે છે. તે ઉપકરણને SCSI સિસ્ટમ પર ક્રમ આપવા સાથે મદદ કરે છે.

rescue

આ આદેશ rescue સ્થિતિમાં ચાલે છે. rescue સ્થિતિ વિશે વધુ જાણવા માટે Red Hat Enterprise Linux સિસ્ટમ સંચાલન માર્ગદર્શન નો સંદર્ભ લો.

resolution=

સ્થાપન કાર્યક્રમને કઈ વિડીયો સ્થિતિ ચલાવવી તે કહે છે. તે કોઈપણ પ્રમાણભૂત રીઝોલ્યુશનને સ્વીકારે છે, જેમ કે 640x480, 800x600, 1024x768, અને એવા બીજા ઘણા બધા.

serial

આ આદેશ શ્રેણીય કન્સોલના આધારને ચાલુ કરે છે.

text

આ આદેશ ગ્રાફિકવાળા સ્થાપન કાર્યક્રમને નિષ્ક્રિય કરે છે અને સ્થાપન કાર્યક્રમને લખાણ સ્થિતિમાં ચાલવા માટે દબાણ કરે છે.

updates

આ આદેશ તમને સુધારાઓ ધરાવતી ફ્લોપી ડિસ્ક દાખલ કરવા માટે પૂછે છે (ભૂલ સુધારા). જો તમે નેટવર્ક સ્થાપન કરી રહ્યા હોય અને તમારી પાસે પહેલાથી સુધારાની ઈમેજના સમાવિષ્ટો RHupdates/ માં સર્વર પર મૂકેલા જ હોય તો આ જરુરી નથી.

vnc

આ આદેશ તમને VNC સર્વરમાંથી સ્થાપન કરવા માટે પરવાનગી આપે છે.

vncpassword=

આ આદેશ VNC સર્વર સાથે જોડાવા માટે પાસવર્ડ સુયોજિત કરવા માટે પૂછે છે.